Showing posts with label कीर्तन. Show all posts
Showing posts with label कीर्तन. Show all posts

મેવાડના શ્રીનાથજી Mewad na Shrinathji

મેવાડના શ્રીનાથજી

અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી
દર્શન આપો દુઃખડાં કાપો મેવાડના શ્રીનાથજી

ચરણકમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજીને
દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી

હું દુઃખીઆરો તારે દ્વારે આવી ઊભો શ્રીનાથજી રે
આશિષ દેજો ઉરમાં લેજો મેવાડના શ્રીનાથજી

તારે ભરોસે જીવનનૈયા સોંપી રહ્યાં શ્રીનાથજી રે
બની કૃપાળુ પાર ઊતારો મેવાડના શ્રીનાથજી

ભક્તો તમારા કરે વિનંતિ સાંભળજો શ્રીનાથજી રે
મુજ આંગણિયે વાસ તમારો મેવાડના શ્રીનાથજી

અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી
દર્શન આપો દુઃખડાં કાપો મેવાડના શ્રીનાથજી

અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી

આજ મારા મંદિરિયાંમાં મ્હાલે Aaj mara mandiriyama mhale

આજ મારા મંદિરિયાંમાં મ્હાલે

આજ  મારા  મંદિરિયાંમાં   મ્હાલે  શ્રીનાથજી
જો ને  સખી  કેવા  રૂમઝૂમ ચાલે  શ્રીનાથજી

આજ  મારા  મંદિરિયાંમાં   મ્હાલે  શ્રીનાથજી

યશોદાના    જાયા    ને    નંદના    દુલારા
મંગળાની  ઝાંખી   કેવી   આપે   શ્રીનાથજી

આજ  મારા  મંદિરિયાંમાં   મ્હાલે  શ્રીનાથજી

જરકસી   જામો    ધરી    ઊભા   શ્રીનાથજી
જગતના   છે   સાચેસાચા   સુબા  શ્રીનાથજી

આજ  મારા  મંદિરિયાંમાં   મ્હાલે  શ્રીનાથજી

મોહનમાળા   મોતીવાળી   ધરી   શ્રીનાથજી
પુષ્પની માળા  પર  જાઉં  વારી   શ્રીનાથજી

આજ  મારા  મંદિરિયાંમાં   મ્હાલે  શ્રીનાથજી

શ્રી નાથજીને  પાયે  ઝાંઝર શોભે  શ્રીનાથજી
સ્વરૂપ દેખી મુનિવરના મન લોભે  શ્રીનાથજી

આજ  મારા  મંદિરિયાંમાં   મ્હાલે  શ્રીનાથજી

ભાવ  ધરી  ભજો   તમે  બાલ કૃષ્ણ લાલજી
વૈષ્ણવજનને  અતિ  ઘણા  વ્હાલા શ્રીનાથજી

આજ  મારા  મંદિરિયાંમાં   મ્હાલે  શ્રીનાથજી

શ્રી   વલ્લભ   સ્વામી     ને     અંતરયામી
દેજો    અમને    વ્રજમાં  વાસ    શ્રીનાથજી

આજ  મારા  મંદિરિયાંમાં   મ્હાલે  શ્રીનાથજી
જો ને  સખી  કેવા  રૂમઝૂમ ચાલે  શ્રીનાથજી

આજ  મારા  મંદિરિયાંમાં   મ્હાલે  શ્રીનાથજી
આજ  મારા  મંદિરિયાંમાં   મ્હાલે  શ્રીનાથજી

યમુનાષ્ટક ગુજરાતી પાઠ

યમુનાષ્ટક ગુજરાતી પાઠ

(૧)

શ્રી કૃષ્ણના  ચરણારવિંદની  રજ  થકી  શોભી  રહ્યાં
 સિદ્ધિ   અલૌકિક   આપનારા  વંદુ   શ્રી યમુનાજીને
સુપુષ્પની   સુવાસથી    જંગલ   બધું  મહેકી   રહ્યું
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું
પૂજે   સુરાસુર  સ્નેહથી  વળી   સેવતા  દૈવી  જીવો
વંદન કરું  શ્રી યમુનાજીને  શ્રી કૃષ્ણ આશ્રય આપજો

(૨)

મા   સૂર્યમંડળ  છોડીને  બહુ   વેગથી  આવી  રહ્યાં
ત્યાં કાલિન્દીના  શિખર ઉપર શોભા અતિ સુંદર દીસે
તે  વેગમાં  પથ્થર  ઘણા  હરખાઈને  ઊછળી  રહ્યાં
ને આપ પણ  ઉલ્લાસપૂર્વક  ઊછળતાં  શોભી  રહ્યાં
હરિ હેતના  ઝૂલા  ઉપર  જાણે  બિરાજ્યા આપ  હો
વંદન કરું શ્રી યમુનાજીને  શ્રી  કૃષ્ણ આશ્રય આપજો

(૩)

શુક  મોર  સારસ   હંસ  આદિ  પક્ષીથી  સેવાયેલાં
ગોપીજનોએ  સેવ્યાં  ભુવન  સ્વજન પાવન રાખતાં
તરંગ  રૂપ   શ્રી  હસ્તમાં  રેતી   રૂપી  મોતી  તણાં
કંકણ  સરસ  શોભી  રહ્યાં  શ્રી કૃષ્ણને  બહુ પ્રિય છે
નિતમ્બ  રૂપ  શ્રી તટ તણું અદ્‌ભુત દર્શન  થાય જો
વંદન કરું શ્રી યમુનાજીને  શ્રી  કૃષ્ણ આશ્રય આપજો

(૪)

અનન્ત ગુણથી  શોભતાં  સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે
ઘનશ્યામ  જેવું  મેઘ સમ છે  સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ  મથુરા  આપના   સાન્નિધ્યમાં   શોભી  રહ્યું
સહુ  ગોપ ગોપી વૃન્દને  ઇચ્છિત  ફળ  આપી રહ્યું
મમ કોડ સૌ પુરા કરો  જ્યમ ધ્રુવ પરાશરના  કર્યાં
વંદન કરું શ્રી યમુનાજીને  શ્રી કૃષ્ણ આશ્રય આપજો

(૫)

શ્રી કૃષ્ણના ચરણો  થકી  શ્રી જાન્હવી  ઉત્પન્ન થયાં
સત્સંગ  પામ્યાં  આપનો  ને  સિદ્ધિદાયક થઈ ગયા
એવું  મહાત્મ્ય  છે  આપનું  સરખામણી કોઈ શું કરે
સમકક્ષમાં  આવી  શકે  સાગર  સુતા  એક જ  ખરે
એવાં  પ્રભુને   પ્રિય  મારા  હૃદયમાં  આવી   વસો
વંદન કરું શ્રી યમુનાજીને  શ્રી કૃષ્ણ આશ્રય આપજો

(૬)

અદ્‌ભુત ચરિત્ર   છે  આપનું  વંદન  કરું  હું  પ્રેમથી
યમ  યાતના  આવે  નહિ  મા  આપના  પયપાનથી
કદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન છીયે અમે આપનાં
સ્પર્શે  ન અમને કોઈ  ભય  છાયા  સદા છે  આપની
ગોપીજનોને  પ્રિય  બન્યાં  એવી  કૃપા  બસ રાખજો
વંદન કરું શ્રી યમુનાજીને  શ્રી કૃષ્ણ  આશ્રય  આપજો

(૭)

શ્રી  કૃષ્ણને  પ્રિય આપ છો  મમ દેહ  સુંદર રાખજો
ભગવદ લીલામાં થાય  પ્રીતિ  સ્નેહ  એવો આપજો
જ્યમ  આપના  સંસર્ગથી  ગંગાજી  પુષ્ટિમાં  વહ્યાં
મમ દેહ મન  શ્રી કૃષ્ણને  પ્રિય  થાય એવાં રાખજો
વિરહાર્તિમા  હે  માત   મારા   હૃદયમાં   બિરાજજો
વંદન કરું શ્રી યમુનાજીને  શ્રી કૃષ્ણ આશ્રય આપજો

(૮)

હું  આપની  સ્તુતિ  શું  કરું માહાત્મ્ય અપરંપાર છે
શ્રી લક્ષ્મી  વિષ્ણુ  સેવવાથી  મોક્ષનો અધિકાર  છે
પણ  આપની  સેવા  થકી અદ્‌ભુત  જલક્રિડા તણાં
જલના  અણુની પ્રાપ્તિ થાય  ગોપીજનોના સ્નેહથી
એ સ્નેહનું સુખ  દિવ્ય છે  મન મારું એમાં સ્થાપજો
વંદન કરું શ્રી યમુનાજીને  શ્રી કૃષ્ણ આશ્રય આપજો

*	*	*

કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ  યમુનાષ્ટક તણો
નિશ્ચય પ્રભુને  પ્રિય  થશે  ને  નાશ  થાશે પાપનો
સિદ્ધિ સકલ  મળશે  અને  શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતિ
આનંદ સાગર ઊમટશે ને સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વહાલા અમારા શ્રી વલ્લભાધીશ ઉચ્ચરે
વંદન કરું શ્રી યમુનાજીને  શ્રી કૃષ્ણ આશ્રય આપજો

યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal ma kesar gholi

યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

વસ્ત્રે અંગો લૂછી આપું પીળું પીતાંબર પ્યારમાં
તેલ સુગંધીવાળું નાખું વાંકડિયા તુજ વાળમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

કુમ કુમ કેસર તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં
અલબેલી આંખોમાં આંજુ અંજન મારા વા'લમા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

હસતી જાઉં વાતે વાતે નાચી ઊઠું તાલમાં
નજર ન લાગે શ્યામ સુંદીરને ટપકાં કરી દઉં ગાલમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

પગમાં ઝાંઝર છુમ છુમ વાગે કરમાં કંકણ વા'લમાં
કાનોમાં કુંડળ કંઠે માળા ચોરે ચીતડું ધ્યાનમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

મોર મુગટ માથે પહેરાવું મોરલી આપું હાથમાં
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા વારી જાઉં તારા વ્હાલમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

દૂધ કટોરી ભરીને આપું પીઓને મારા શામળા
ભક્ત મંડળ નીરખી શોભા રાખો ચરણે શામળા
રાખો ચરણે શામળા હો રાખો ચરણે શામળા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ Evu Shri Vallabh Prabhu nu naam


એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી  વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે

પ્રાણ પ્યારું છે અમને
અતિશય  વહાલું  છે
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે

પુષ્ટિ માર્ગ  પ્રગટાવ્યો
દૈત્યોનો તાપ નશાડ્યો
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે

સેવા  માર્ગ   ચલાવ્યો
ભક્તિ માર્ગ વિકસાવ્યો
એવું શ્રી  વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે

મેવાડ  મધ્યે   બિરાજે
જેનું સ્વરુપ સુંદર ગાજે
એવું શ્રી શ્રીનાથજીનું  નામ  અમને  પ્રાણ પ્યારું છે

કાંકરોલી મધ્યે બિરાજે
રૂડો રાય સાગર  ગાજે
એવું શ્રી દ્વારકાધીશનું  નામ  અમને  પ્રાણ પ્યારું છે

ગોકુલમાં ગૌધેનચારી
વૃંદાવન કુંજ બિહારી
એવું શ્રી  કૃષ્ણચંદ્રનું   નામ  અમને  પ્રાણ પ્યારું છે

રંગીલા શ્રીનાથજી Rangila Shrinathji


મથુરામાં   શ્રીનાથજી   ગોકુળમાં શ્રીનાથજી
યમુનાજીને  કાંઠે  રમતા  રંગીલા શ્રીનાથજી

રંગીલા   શ્રીનાથજી    અલબેલા શ્રીનાથજી
વલ્લભકુળના વહાલા બોલો રંગીલા શ્રીનાથજી

મધુવનમાં   શ્રીનાથજી    કુંજનમાં શ્રીનાથજી
વૃંદાવનમાં  રાસે   રમતા  રંગીલા શ્રીનાથજી

નંદગામ   શ્રીનાથજી    બરસાને શ્રીનાથજી
કામવનમાં  ક્રીડા  કરતાં  રંગીલા શ્રીનાથજી

દાનગઢ    શ્રીનાથજી    માનગઢ શ્રીનાથજી
સાંકડીખોરે  ગોરસ  ખાતા રંગીલા શ્રીનાથજી

સંકેતમાં   શ્રીનાથજી   વનવનમાં શ્રીનાથજી
ગહવરવનમાં  રાસે રમતા રંગીલા શ્રીનાથજી

ગોવર્ધનમાં   શ્રીનાથજી   મારગમાં શ્રીનાથજી
માનસીગંગામાં મનને હરતા રંગીલા શ્રીનાથજી

રાધાકુંડ    શ્રીનાથજી      કૃષ્ણકુંડ શ્રીનાથજી
ચંદસરોવર   ચોકે   રમતા રંગીલા શ્રીનાથજી

વૃક્ષ  વૃક્ષ  શ્રીનાથજી   ડાળ  ડાળ શ્રીનાથજી
પત્ર પત્ર ને પુષ્મે  રમતા  રંગીલા શ્રીનાથજી

આન્યોરમાં  શ્રીનાથજી  ગોવિંદકુંડ શ્રીનાથજી
અપ્સરાકુંડે  આનંદ  કરતા રંગીલા શ્રીનાથજી

ગલી ગલી   શ્રીનાથજી   કુંજ કુંજ શ્રીનાથજી
સુરભિ કુંડે  સ્નાન  કરંતા  રંગીલા શ્રીનાથજી

મંદિરમાં  શ્રીનાથજી  પર્વત પર         શ્રીનાથજી
જતીપુરામાં પ્રકટ બિરાજે રંગીલા શ્રીનાથજી

બિછુવનમાં શ્રીનાથજી  કુસુમખોર શ્રીનાથજી
શ્યામઢાંકમાં છાછ આરોગે  રંગીલા શ્રીનાથજી

રુદ્રકુંડ     શ્રીનાથજી     હરજીકુંડ શ્રીનાથજી
કદમખંડીમાં ક્રીડા  કરતા  રંગીલા શ્રીનાથજી

ગામ ગામ  શ્રીનાથજી  ઠામ ઠામ શ્રીનાથજી
ગુલાલ કુંડે  હોળી  રમતા  રંગીલા શ્રીનાથજી

નવલકુંડ    શ્રીનાથજી    રમણકુંડ શ્રીનાથજી
વ્રજવાસીના વહાલા બોલો  રંગીલા શ્રીનાથજી

મથુરામાં   શ્રીનાથજી    ગોકુળમાં શ્રીનાથજી
યમુનાજીને   કાંઠે  રમતા   રંગીલા શ્રીનાથજી

अब हो मेरे ललना प्रथम प्रणाम करू श्रीवल्लभ

अब हो मेरे ललना प्रथम प्रणाम करू श्रीवल्लभ , सुमरो श्रीविट्ठलनंद हो....हिली मिली जुरमट खेलिए......
अब हो मेरे ललना नेक होरी श्रीवल्लभ साथ हो , घर आवो रंगीले नाथ हो..हिली मिली जुरमट खेलिए......
अब हो मेरे ललना श्रीविट्ठल गृह प्रकट भये , मानो प्रकट्यो पूरण चंद हो....हिली मिली जुरमट खेलिए......
अब हो मेरे ललना श्रीगोकुलनाथ सोहावनो, सबे मिली क खेलन जाये हो..हिली मिली जुरमट खेलिए......
अब हो मेरे ललना उड़त अबीर गुलाल ज्यो, श्रीवल्लभ छिरके जाई हो....हिली मिली जुरमट खेलिए......
अब हो मेरे ललना श्रीगोकुल बिथनी सांकरी, मची है अरगजा कीच हो..हिली मिली जुरमट खेलिए......
अब हो मेरे ललना ताल मृदंग दफ बांसुरी , अरु घुमड़ रह्यो सिंघद्वार हो.....हिली मिली जुरमट खेलिए......
अब हो मेरे ललना धोती उपरना केशरी , अरु केशर भीनी पाघ हो......हिली मिली जुरमट खेलिए......
अब हो मेरे ललना ऐसे खेले प्राणपिया , अरु सब दिन फागुन बिच हो ....हिली मिली जुरमट खेलिए......
अब हो मेरे ललना खेल चले आनंदसु , अरु आनंद कह्यो न जाई हो...हिली मिली जुरमट खेलिए......
अब हो मेरे ललना तुलसीमाल अरु मुध्रिका , अरु गले गुंजनको हार हो...हिली मिली जुरमट खेलिए......
अब हो मेरे ललना चलन हसन मनमे गडी, अरु बेनन कह्यो न जाई हो...हिली मिली जुरमट खेलिए......
अब हो मेरे ललना श्रीविट्ठलजीके लाडिले , अरु चित लियो चितचोर हो...हिली मिली जुरमट खेलिए......
अब हो मेरे ललना भाग्य बड़े गुजरातिनके , जिन दियो है सर्वस्व वारी हो...हिली मिली जुरमट खेलिए......
अब हो मेरे ललना सारंगी प्रतापते , पाए श्रीगोकुलनाथ हो....हिली मिली जुरमट खेलिए......
अब हो मेरे ललना श्रीगोकुलनाथके वारने , जन चतुरा बलिबलि जाये जो....हिली मिली जुरमट खेलिए......

जय कृष्ण हरे

जय कृष्ण हरे
जय कृष्ण हरे श्री कृष्ण हरे .
दुखियों के दुख दूर करे जय जय जय कृष्ण हरे ..
जब चारों तरफ़ अंधियारा हो आशा का दूर किनारा हो .
जब कोई ना खेवन हारा हो तब तू ही बेड़ा पार करे .
तू ही बेड़ा पार करे जय जय जय कृष्ण हरे ..
तू चाहे तो सब कुछ कर दे विष को भी अमृत कर दे .
पूरण कर दे उसकी आशा जो भी तेरा ध्यान धरे .
जो भी तेरा ध्यान धरे जय जय जय कृष्ण हरे ..

मंगल रूप यशोदानंद

मंगल रूप यशोदानंद ॥
मंगल मुकुट कानन में कुंडल मंगल तिलक बिराजत चंद ॥१॥

मंगल भूषण सब अंग सोहत मंगल मूरति आनंद कंद ॥
मंगल लकुट कांख में चांपे मंगल मुरली बजावत मंद ॥२॥

मंगल चाल मनोअहर मंगल दरशन होत मिटत दुःख द्वंद ॥
मंगल ब्रजपति नाम सबन को मंगल यश गावत श्रुति छंद ॥३


ગીરીકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથરે


ગીરીકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથરે,
નંદ-જશોમતી કેરા લાલન ,વ્રજ સહુ કીધું સનાથ --ગોવર્ધન રસીયારે ,
મારે મન વસિયા વ્રજનાથ, મધુરું વહાલો હસીયારે
શ્રાવણ સુદ પાંચમના દહાડે,થયું ભુજા દર્શન રે ,
ગીરીકંદરા માં આપ બિરાજે વહાલો ,શું કહું પ્રસન વદન --ગોવર્ધન રસીયારે,
ઘણા દિવસ ભુજા નું પૂજન, ચાલ્યું તે વ્રજ માય રે ,
દૂધ લઈને સ્નાન કરાવે ,મહિમા કહ્યો નવ જાય --ગોવર્ધન રસીયારે,
છિદ્ર સહિય શીલા ગિરિવરની ,તેમાં શ્યામ સ્વરૂપ રે ,
એક ગાય ત્યાં નિત્ય જાય છે ,દૂધ સ્ત્રવે તદરૂપ--ગોવર્ધન રસીયારે,
એક બ્રાહ્મણની ગાય હતી તેણે,પૂછી ગોવાળિયાને પેર રે ,
દૂધ ઘટે છે નિત્ય કેમ મારું ? દોહી લઇ જાય તું ઘેર --ગોવર્ધન રસીયારે,
ત્યારે ગોવાળીયાએ એમ કહ્યું ,ખબર કાઢું નિર્ધાર રે ,
કોણ પ્રકાર થાય છે આ ગૌનો ,કહું સમજાવી સાર --ગોવર્ધન રસીયારે,
સાંજ-સવાર ગૌ ટોળામાથી ,ગિરિવર ઉપર જાય રે ,
ઉભી રહીને દૂધ સ્ત્રવે ,નિત્ય પ્રાણ જીવન ને પાય --ગોવર્ધન રસીયારે,
ગૌ પ્રકાર જોઈ ગોવાળિયો ,બ્રાહ્મણ ને લાવ્યો સંગ રે ,
અચરજ જોઈ વિસ્મય થયું મન ,કહાવ્યું સૌને ઉમંગે --ગોવર્ધન રસીયારે,
સૌ વ્રજવાસી ગીરીપર આવ્યા ,બોલ્યા મુખથી બોલ રે ,
કોઈ દેવતા કે દ્રવ્ય હોય એમ ,કીધો મુખથી તોલ --ગોવર્ધન રસીયારે ,
ગીરી શીલા ઉંચકી ને જોયું ,તો દીઠા સુંદર શ્યામ રે ,
પૂછ્યું દેવતા પર્વત કેરા ,શું છે તમારું નામ --ગોવર્ધન રસીયારે ,
પ્રાણજીવન ત્યારે એમ બોલ્યા કે દેવદમન મુજ નામ રે ,
મહિમા ચાલ્યો વ્રજ માં જાજો,પૂર્ણ કરે મન કામ --ગોવર્ધન રસીયારે ,
દહીં-દૂધ વ્રજવાસી કેરા ,આરોગે નંદલાલ રે ,
ઝારખંડમાં જઈ મહાપ્રભુજીને ,આજ્ઞા કરી તત્કાલ --ગોવર્ધન રસીયારે ,
ઇન્દ્ર ,નાગને દેવદમનતે પ્રગટ થયા વ્રજમાહે રે ,
ગિરિવર ઉપર આપ પધારી ,સેવા ચલાવોને ત્યાય --ગોવર્ધન રસીયારે ,
મહાપ્રભુજી વ્રજ માં પધાર્યા ,સંદુપાંડે ને ઘેર રે ,
વચન સુણ્યા ગિરિવર પ્રભુના ,વાત પૂછી કરી પેર --ગોવર્ધન રસીયારે ,
સંદુપાંડે શ્રી મહાપ્રભુજી ને ,કહે છે પ્રાગટ્ય નો પ્રકાર રે ,
દેવદમન નામે પ્રગટ થયા છે ,મહિમા અપરંપાર --ગોવર્ધન રસીયારે ,
ગિરિવર ઉપર આપ પધાર્યા ,સામા મળ્યા નીજનાથ રે ,
અંગો અંગ ભેટી સુખ ઉપજ્યું ,જોડ્યા પછી બે હાથ --ગોવર્ધન રસીયારે ,
ગોવર્ધન ઉદ્ધરણ ધીર નું ,નામ ધર્યું શ્રીનાથ રે ,
મોરપીછ્નો મુગટ ધરાવ્યો ,બંસી દીધી હાથ --ગોવર્ધન રસીયારે ,
પાટે બેસાડી ને ભોગ ધરાવ્યો ,ત્યાંથી પધાર્યા આપ રે ,
નિજ જન મન આનંદ વધાર્યો ,દુર કીધા તન તાપ --ગોવર્ધન રસીયારે ,

श्री गिरिराजधार्याष्टकम

भक्ताभिलाषा चरितानुसारी दुग्धादिचौर्यण यशोविसारी ।
कुमारिता नन्दित घोषनारि ममः प्रभु श्री गिरिराजधारी ॥१॥

ब्रजांगनावृन्द सदाबिहारी अंगैर्गुहागार तमोपहारी ।
क्रीडा रसावेश तमोभिसारी ममः प्रभु श्री गिरिराजधारी ॥२॥

वेणुस्वनानन्दित पन्नगारी रसातलानृत्य पद प्रचारी ।
क्रीडन्वयस्या कृतिदैत्यमारी ममः प्रभु श्री गिरिराजधारी ॥३॥

पुलिन्ददारा हित शम्बरारी रमासदोदार दयाप्रकारी ।
गोवर्धने कन्द फलोपहारी ममः प्रभु श्री गिरिराजधारी ॥४॥

कलिन्दजाकूल दुकूलहारी कुमारिका कामलावितारी ।
वृन्दावने गोधनवृन्दचारी ममः प्रभु श्री गिरिराजधारी ॥५॥

व्रजेन्द्र सर्वाधिक शर्मकारी महेन्द्र गर्वाधिक गर्वहारी ।
वृन्दावने कन्दफलोपहारी ममः प्रभु श्री गिरिराजधारी ॥६॥

मनः कलानाथ तमोविदारी वंशीरवाकारित तत्कुमारी ।
रासोत्सवोद्वेल्ल रसाब्धिसारी ममः प्रभु श्री गिरिराजधारी ॥७॥

मत्तद्विपोद्याम गतानुकारी लुण्ठ्त्प्रसुना प्रपदीनहारी ।
रामोरसस्पर्श करप्रसारी ममः प्रभु श्री गिरिराजधारी ॥८॥
॥ इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्री गिरिराजधार्याष्टकम सम्पूर्णम ॥

જમુના કે તીર રી નંદલાલ બજાઇ બાઁસુરી

જમુના કે તીર રી નંદલાલ બજાઇ બાઁસુરી !
અધર - કરન મિલિ સપ્ત સુરનસોં ઉપજત રાગ રસાલરી !!1!!
છુટી લટ લપટાત બદન પર ટુટતી મુક્તામાલ રી !
વ્રજવનિતા ધુનિ સુનિ ઉઠી ધાઇ , રહિય ન અંગ સમ્હાલરી !!2!!
બહત ન નીર , સમીર ન ડોલત , વ્રુંદાબિપિન સંકેત રી !
સુનિ થાવર અચેત ચેત ભયે જંગમ ભયે અચેત રી !!3!!
અફલ ફલે ફુલ ફુલ ભયે રી , ઝરે હરે ભયે પાત રી !
ઉમગી પ્રેમજલ ચલ્યો સિખરતે , ગર્યો ગિરિનકો ગાત રી !!4!!
તૃન ન ચરત હૈં મ્રુગામ્રુગીરી તાન પરત જબ કાન રી !
સુનત ગાન ગિરિ પર્યો ધરનિ પર મનોં લાગે બાન રી !!5!!
સુરભિ લાગ દિયો કેહરીકો , હસ્ત સ્ત્રવનકી ડારુ રી !
એક ભવન પુનિ અઢિ બૈઠે હૈ , નિરખત શ્રીમુખ ચારુ રી !!6!!
ખગ રસના રસ ચાખિ બદન પર બૈઠે નિમિષ ન મારિ રી !
ચાખત હી ફુલ પરે ચોંચતેં રહે જુ પંખ પસારિ રી !!7!!
સુર - નર દેવ - અસુર સબ મોહે છાયો વ્યોમ વિમાન રી !
ચત્રભુજદાસ કહે કૌન બસ યા મુરલીકી તાન રી !!8!!

મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી જમુનાજી રે



મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી જમુનાજી રે..
મારા ભવના દુ:ખડા ખોયા શ્રી જમુનાજી રે..
પહેરી ચોળી કસુંબા સાડી, એવા સ્વરૂપ નિરખવા ધારી
માં સોળે સજ્યા શણગાર, શ્રી જમુનાજી રે..
નાકે નકવેશ્વર છે મોતી, ભાલુક ચમકે જગમગ મોતી
માણેક હીરાની અતિ જ્યોતિ, શ્રી જમુનાજી રે..
નુપૂર ઘુઘરી રણકે ચરણે, મારુ મનડું તમારે શરણે
ભુજ કંકણમાં રૂડા શોભે, શ્રી જમુનાજી રે..
સુંદર સ્વરૂપે શ્યામ સ્વરૂપ, તન ને મોહ્યાં છે વ્રજનાં ભુપ
લાલ કમળમા માં લપટાણા, શ્રી જમુનાજી રે..
સદા બિરાજો વ્રજની માય, પુષ્ટિ મારગની કરવા સહાય
શ્યામ ચરણમા દ્યો માં દ્રઢ ભક્તિ, શ્રી જમુનાજી રે..
શોભા જોઇ કહે હરિદાસ, અમને આપજે વ્રજમાં વાસ
લાલા લહેરી સેવક તારો, શ્રી જમુનાજી રે
માજી હુ તો તમારો દાસ, રાખો ચરણ કમલ ની પાસ
જોતા જનમ સુધાર્યો આજ, શ્રી જમુનાજી રે

Pratah Smaran and Mangala Charan

प्रातः स्मरण एवं मंगलाचरण
श्री गोवर्धन नाथ पाद युगलम हे यंगवीन प्रियं ।
नित्यं श्री मधुराधिपं सुखकरं श्री विट्ठलेशं मुदा ॥
श्रीमद्वारवतीश गोकुल पति श्री गोकुलेन्दं विभुं ।
श्री मन मन्मथ मोहनं नटवरं श्री बालकृष्णं भजे ॥
श्रीमद वल्लभ विट्ठ्लो  गिरिधरं  गोविन्दराया मिधम ।
श्रीमद बालक कृष्ण गोकुलपति नाथं रघुणाम तथा ॥
एवं श्री यदुनायकं किल घनश्यामं च तद्व शजान ।
कालिन्दिन स्व गुरुं गिरिं गुरु विभुं स्वीयत प्रभुश्च स्मरेत ॥
चिन्ता सन्तान हन्तारो यत्पादांबुज रेणवः।
स्वीयानां तान्निजार्यान प्रणमामि मुहुर्मुहुः ॥१॥
यदनुग्रहतो जन्तुः सर्व दुःखतिगो भवेत ।
तमहं सर्वदा वंदे श्री मद वल्लभ नन्दनम॥२॥
अज्ञान तिमिरान्धस्य ज्ञानान्जनशलाकया ।
चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवै नमः ॥३॥
नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम ।
लक्ष्मी सहस्त्रलीलाभिः सेव्यमानं कलानिधिम॥४॥
चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा ।
षडभिर्विराजते योSसौ  पंचधा हृदये ममः ॥५॥
॥इति श्री मंगलाचरण संपूर्णम॥
॥श्रीमदाचार्य चरण कमलेभ्य नमः॥

Pratah Smaran and Mangala Charan

Shree Govardhannath paad yugalam, haiyangvina priyam I
Nityam Shree Mathuradhipam sukhkaram, Shree Vithalesham muda, II

Shreemad Dwaravatigokulpati , Shree Gokulendum vibhum, I
Shree Manmanmathmohanam natvaram , Shree Bal Krushnam bhajet. II

Shrimad vallabh vittalo giridharam govindraya midham I
Shrimad balak Krishna gokulpati nath raghunaam tatha II

Evam shri yadunayakam kil ghanshyamch tadv shajan I
Kalindin sva gurum girim guru vibhum swiyat prabhuchya smaret II

Chinta santaan hantaro, yad-pad-ambuj renahva
Swiyanam tan-nijacharyan, pranamami muhur-muhur II1II

Yadanugrahato jantuhu sarvadhukhatigo bhavet
Tamaham sarvadavande Shrimad Vallabhanandanam II2II

Agyantimirandhasya Gyananjanshalakya
Chakshurunmilitam yen tasmai Shri Guruve Namah II3II

Namani hridaye sheshe leelakshirabdhi shayinam
Lakshmi-sahasra leelabhi sevyamanam kalanidhim II4II

Chaturbhishch, Chaturbhishch, Chaturbhishch, tribhistatha
Shadbhir virajte yosao panchdha hridaye mama II5II

मारा घटमां बिराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी

मारा घटमां बिराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी
मारु मनडुं छे गोकुल वनरावन
मारा तनना आंगिणयांमां तुलसीना वन
हे मारा प्राण जीवन….
मारा आतमना आंगणे श्रीमहाप्रभुजी
मारी आंखो वशे गिरधारी रे धणी
मारु तन मन गयुं छे जेने वारी रे वारी
हे मारा श्याम मोरारि…..
मारा घटमां बिराजता श्रीनाथजी यमुनाजी श्रीमहाप्रभुजी….
हुं तो नित्य विठ्ठल वर नी सेवा रे करुं
हुं तो आठे समा केरी झांखी रे करुं
में तो चितडुं श्रीनाथजी ने चरणे धर्युं
जीवन सफळ कर्युं …..
मारा घटमां बिराजता श्रीनाथजी यमुनाजी श्रीमहाप्रभुजी….
हे मारा प्राण थकी मने वैष्णव व्हाला
नित्य करता श्रीनाथजी ने काला रे वाला
मे तो वल्लभ प्रभुजी ना कीधां छे दर्शन
मारुं मोही लीधुं मन…..
मारा घटमां बिराजता श्रीनाथजी यमुनाजी श्रीमहाप्रभुजी….
में तो भक्ति रे मारग केरो संग रे साध्यो
में तो पुष्टि रे मारग केरो संग रे साध्यो
मने धोळ किर्तन केरो रंग रे लाग्यो
में तो लालानी लाली केरो नंग रे मांग्यो
हीरलो हाथ लाग्यो…..
मारा घटमां बिराजता श्रीनाथजी यमुनाजी श्रीमहाप्रभुजी….
मारी अंत समय केरी सुणो रे अरजी
ले जो श्रीजीबावा शरणोमां दया रे करी
मने तेडां रे यम केरां कदी न आवे
मारो नाथ तेडावे…..
मारा घटमां बिराजता श्रीनाथजी यमुनाजी श्रीमहाप्रभुजी….

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી - Mara Ghat birajta

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારા તનના આંગિણયાંમાં તુલસીના વન
હે મારા પ્રાણ જીવન….

મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી
મારી આંખો વશે ગિરધારી રે ધણી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મોરારિ…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

હું તો નિત્ય વિઠ્ઠલ વર ની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું …..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા
મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

મેં તો ભક્તિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

મારી અંત સમય કેરી સુણો રે અરજી
લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

શ્રી કૃષ્ણ શરણં મમઃ

શ્રી કૃષ્ણ શરણં મમઃ શ્રી કૃષ્ણ શરણં મમઃ
કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

યમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વ્રજ ચોરયાશી કોશ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
 
કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કમલ કમલ પરમધ પર બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
 
ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વૃંદાવન ના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
 
ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
 
વ્રજભૂમિના રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
રાસ રમંતી ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

વ્રજ ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વાજાં ને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

શરણાઈ ને તબુંરમાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

કેસર કેરી પ્યારી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

ચૌદ લોકે બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ચંદ્ર સરોવર ચોકી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

પત્ર પત્ર શાખાએ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
આંબ લીબું ને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
જકીપુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

મથુરાજીના ચોવા બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ગોવર્ધન શિખરે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

ગલી ગલી જાહવરવન બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
વેણુ સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

કળા કરંતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
પુલિન કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
આંબાડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

વિરહી જનના હૈયાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કૃષ્ણ વિયોગી રાપુર બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

વલ્લ્વી વૈષ્ણવ સર્વે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
મધુર મીના વાજિંત્રો બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

કુમુદિની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

તારોડીયાના મંડલ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ

રોમ રોમ વ્યાકૃળ થઈ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
મહામંત્ર મનમાંહે બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ
જુગલ ચરણ મંત્રાદિ બોલે શ્રી કૃષ્ણ શરણં મમઃ