ગીરીકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથરે


ગીરીકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથરે,
નંદ-જશોમતી કેરા લાલન ,વ્રજ સહુ કીધું સનાથ --ગોવર્ધન રસીયારે ,
મારે મન વસિયા વ્રજનાથ, મધુરું વહાલો હસીયારે
શ્રાવણ સુદ પાંચમના દહાડે,થયું ભુજા દર્શન રે ,
ગીરીકંદરા માં આપ બિરાજે વહાલો ,શું કહું પ્રસન વદન --ગોવર્ધન રસીયારે,
ઘણા દિવસ ભુજા નું પૂજન, ચાલ્યું તે વ્રજ માય રે ,
દૂધ લઈને સ્નાન કરાવે ,મહિમા કહ્યો નવ જાય --ગોવર્ધન રસીયારે,
છિદ્ર સહિય શીલા ગિરિવરની ,તેમાં શ્યામ સ્વરૂપ રે ,
એક ગાય ત્યાં નિત્ય જાય છે ,દૂધ સ્ત્રવે તદરૂપ--ગોવર્ધન રસીયારે,
એક બ્રાહ્મણની ગાય હતી તેણે,પૂછી ગોવાળિયાને પેર રે ,
દૂધ ઘટે છે નિત્ય કેમ મારું ? દોહી લઇ જાય તું ઘેર --ગોવર્ધન રસીયારે,
ત્યારે ગોવાળીયાએ એમ કહ્યું ,ખબર કાઢું નિર્ધાર રે ,
કોણ પ્રકાર થાય છે આ ગૌનો ,કહું સમજાવી સાર --ગોવર્ધન રસીયારે,
સાંજ-સવાર ગૌ ટોળામાથી ,ગિરિવર ઉપર જાય રે ,
ઉભી રહીને દૂધ સ્ત્રવે ,નિત્ય પ્રાણ જીવન ને પાય --ગોવર્ધન રસીયારે,
ગૌ પ્રકાર જોઈ ગોવાળિયો ,બ્રાહ્મણ ને લાવ્યો સંગ રે ,
અચરજ જોઈ વિસ્મય થયું મન ,કહાવ્યું સૌને ઉમંગે --ગોવર્ધન રસીયારે,
સૌ વ્રજવાસી ગીરીપર આવ્યા ,બોલ્યા મુખથી બોલ રે ,
કોઈ દેવતા કે દ્રવ્ય હોય એમ ,કીધો મુખથી તોલ --ગોવર્ધન રસીયારે ,
ગીરી શીલા ઉંચકી ને જોયું ,તો દીઠા સુંદર શ્યામ રે ,
પૂછ્યું દેવતા પર્વત કેરા ,શું છે તમારું નામ --ગોવર્ધન રસીયારે ,
પ્રાણજીવન ત્યારે એમ બોલ્યા કે દેવદમન મુજ નામ રે ,
મહિમા ચાલ્યો વ્રજ માં જાજો,પૂર્ણ કરે મન કામ --ગોવર્ધન રસીયારે ,
દહીં-દૂધ વ્રજવાસી કેરા ,આરોગે નંદલાલ રે ,
ઝારખંડમાં જઈ મહાપ્રભુજીને ,આજ્ઞા કરી તત્કાલ --ગોવર્ધન રસીયારે ,
ઇન્દ્ર ,નાગને દેવદમનતે પ્રગટ થયા વ્રજમાહે રે ,
ગિરિવર ઉપર આપ પધારી ,સેવા ચલાવોને ત્યાય --ગોવર્ધન રસીયારે ,
મહાપ્રભુજી વ્રજ માં પધાર્યા ,સંદુપાંડે ને ઘેર રે ,
વચન સુણ્યા ગિરિવર પ્રભુના ,વાત પૂછી કરી પેર --ગોવર્ધન રસીયારે ,
સંદુપાંડે શ્રી મહાપ્રભુજી ને ,કહે છે પ્રાગટ્ય નો પ્રકાર રે ,
દેવદમન નામે પ્રગટ થયા છે ,મહિમા અપરંપાર --ગોવર્ધન રસીયારે ,
ગિરિવર ઉપર આપ પધાર્યા ,સામા મળ્યા નીજનાથ રે ,
અંગો અંગ ભેટી સુખ ઉપજ્યું ,જોડ્યા પછી બે હાથ --ગોવર્ધન રસીયારે ,
ગોવર્ધન ઉદ્ધરણ ધીર નું ,નામ ધર્યું શ્રીનાથ રે ,
મોરપીછ્નો મુગટ ધરાવ્યો ,બંસી દીધી હાથ --ગોવર્ધન રસીયારે ,
પાટે બેસાડી ને ભોગ ધરાવ્યો ,ત્યાંથી પધાર્યા આપ રે ,
નિજ જન મન આનંદ વધાર્યો ,દુર કીધા તન તાપ --ગોવર્ધન રસીયારે ,

No comments:

Post a Comment