મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી જમુનાજી રે



મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી જમુનાજી રે..
મારા ભવના દુ:ખડા ખોયા શ્રી જમુનાજી રે..
પહેરી ચોળી કસુંબા સાડી, એવા સ્વરૂપ નિરખવા ધારી
માં સોળે સજ્યા શણગાર, શ્રી જમુનાજી રે..
નાકે નકવેશ્વર છે મોતી, ભાલુક ચમકે જગમગ મોતી
માણેક હીરાની અતિ જ્યોતિ, શ્રી જમુનાજી રે..
નુપૂર ઘુઘરી રણકે ચરણે, મારુ મનડું તમારે શરણે
ભુજ કંકણમાં રૂડા શોભે, શ્રી જમુનાજી રે..
સુંદર સ્વરૂપે શ્યામ સ્વરૂપ, તન ને મોહ્યાં છે વ્રજનાં ભુપ
લાલ કમળમા માં લપટાણા, શ્રી જમુનાજી રે..
સદા બિરાજો વ્રજની માય, પુષ્ટિ મારગની કરવા સહાય
શ્યામ ચરણમા દ્યો માં દ્રઢ ભક્તિ, શ્રી જમુનાજી રે..
શોભા જોઇ કહે હરિદાસ, અમને આપજે વ્રજમાં વાસ
લાલા લહેરી સેવક તારો, શ્રી જમુનાજી રે
માજી હુ તો તમારો દાસ, રાખો ચરણ કમલ ની પાસ
જોતા જનમ સુધાર્યો આજ, શ્રી જમુનાજી રે

No comments:

Post a Comment