સંવત્સરોત્સવ ચૈત્ર સુદ-૧

ચૈત્ર માસ સંવત્સર પરિવા, વરસ પ્રવેશ ભયો હૈ આજ ।

કુંજમહલ બૈઠે પિય પ્યારી, લાલન પહરે નૌતન સાજ ।।૧।।

આપુ હી કુસુમહાર ગુહિ લીને, ક્રીડા કરત લાલ મન ભાવત ।

બીરી દેત દાસ ‘પરમાનંદ’ હરખિ નિરખિ જસ ગાવત ।।૨।।

ભાવાર્થઃ

અષ્ટછાપ ભક્તકવિ શ્રીપરમાનંદદાસજીની આ રચના છે.
આજૈ ચૈત્ર માસના પડવાના દિવસે નવા સંવત્સર-વર્ષનો પ્રારંભ થયો છે. આજે નવાં સાજ અને વસ્ત્રો ધારણ કરી, પુષ્પના કુંજમહલમાં શ્રીયુગલસ્વરૂપ-પ્રિયતમ અને પ્રિયાજી બિરાજ્યાં છે. શ્રીયુગલસ્વરૂપ પોતાના શ્રીહસ્તથી પુષ્પમાળાઓ ગૂંથે છે અને પોતાની મનભાવતી રસમય ક્રીડાઓ કરે છે. શ્રીપરમાનંદદાસજી પોતાના આધિદૈવિક સખી સ્વરૂપે શ્રીયુગલસ્વરૂપને પાનની બીડી આરોગાવે છે અને આ લીલાનાં દર્શન કરતાં હરખાઈને તેનાં યશોગાન ગાય છે

No comments:

Post a Comment