મેવાડના શ્રીનાથજી Mewad na Shrinathji

મેવાડના શ્રીનાથજી

અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી
દર્શન આપો દુઃખડાં કાપો મેવાડના શ્રીનાથજી

ચરણકમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજીને
દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી

હું દુઃખીઆરો તારે દ્વારે આવી ઊભો શ્રીનાથજી રે
આશિષ દેજો ઉરમાં લેજો મેવાડના શ્રીનાથજી

તારે ભરોસે જીવનનૈયા સોંપી રહ્યાં શ્રીનાથજી રે
બની કૃપાળુ પાર ઊતારો મેવાડના શ્રીનાથજી

ભક્તો તમારા કરે વિનંતિ સાંભળજો શ્રીનાથજી રે
મુજ આંગણિયે વાસ તમારો મેવાડના શ્રીનાથજી

અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી
દર્શન આપો દુઃખડાં કાપો મેવાડના શ્રીનાથજી

અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી

No comments:

Post a Comment

Featured Post

શ્રીકૃષ્ણ: શરણં મમ:

શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ: કદંબ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: જનુમા કેરી પ...